મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છાપી ગામના મહિલા સરપંચના પતિ અને પંચાયતના સભ્ય 15 લાખની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને પંચાયતન

છાપી ગામના મહિલા સરપંચના પતિ અને પંચાયતના સભ્ય 15 લાખની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને પંચાયતના સભ્ય મુકેશ કામરાજભાઈ ચૌઘરી અને બોર ઓપરેટર પ્રવીણ નારાયણજી ઠાકોર રૂ. 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે.

શું હતી ઘટના?

છાપીમાં GIDC માં વર્ષ 2019 માં જાહેર હરાજી કરી લોકોને છેતરવામાં આવ્યા હતા. વિકાસ કમિશ્નરએ ડીડીઓનો હુકમ રદ કરી પ્લોટ ધારકોની તરફેણમાં હુકમ કરી પોલ્ટ ફાળવવા હુકમ કર્યો હતો. વિકાસ કમિશ્નરનાં ઉપરોક્ત હુકમની વિરુદ્ધમાં પંચાયત તરફથી નામદાર હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી. નામદાર હાઈકોર્ટના જવાબ પહેલા પ્લોટમાં કરેલ બાંધકામ તોડી નાખ્યા અને તમામ પ્લોટનો કબજો લીધો હતો. પ્લોટની માલિકી પરત આપવા વિનંતી કરતાં સરપંચનાં પતિએ રૂ.૫૦,૦૦,૦૦૦/- ની લાંચની માગણી કરી. રકઝકમાં અંતે ૩૫,૦૦,૦૦૦/- આપવાનું નક્કી થયું હતું, જેમાં રૂ.૧૫,૦૦,૦૦૦/- આપ્યા હતા.

એસીબીએ લાંચનાં છટકાનું આયોજન કરી આરોપી મુકેશ ચૌઘરી (સરપંચનાં પતિ) અને પ્રવીણ ઠાકોર બોર ઓપરેટરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો