સુરત: ઉધનામાં પતિએ જ પત્નીની કરી હત્યા, આ કારણે હત્યાને આપ્યો અંજામ
સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં ઉધના વિસ્તારમાં પતિએ પત્ની જ હત્યા કરી નાખી છે. પોલીસે હત્યારા પતિની અટ

સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં ઉધના વિસ્તારમાં પતિએ પત્ની જ હત્યા કરી નાખી છે. પોલીસે હત્યારા પતિની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના ઉધના વિસ્તારમાં સ્થિત લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં જ એક પતિએ જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી છે. ઘરકંકાસના કારણે પતિએ હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હત્યારા પતિની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હત્યારા પતિની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






