મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પત્ની સાથે આડા સંબંધની શંકાના આધારે પતિએ કરી યુવકની હત્યા

સાબરકાંઠાના વિજયનગરના વિરેશ્વર જંગલમાં ઉમેશ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યા બાદ પો

સાબરકાંઠાના વિજયનગરના વિરેશ્વર જંગલમાં ઉમેશ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મુખ્ય આરોપી સરદાર ભગોરાએ પોતાની પત્નીને ઉમેશ સાથે જંગલમાં જોયા બાદ આડા સંબંધની શંકાથી ઉમેશને મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપીએ પહેલા પથ્થરોના ઘા કરી યુવકને લોહીલુહાણ કર્યો અને પછી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. લગ્નપ્રસંગમાં પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. વિજયનગર પોલીસ અને LCBની ટીમે આરોપી સરદાર ભગોરાની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ સમક્ષ ગુનો કબૂલ કર્યો છે.

આ સમાચાર શેર કરો