બોટાદ: ગઢડીયામાં નજીવી બાબતે પતિએ પત્નીને પતાવી દીધી, હત્યારાની ધરપકડ
બોટાદ જિલ્લાના ગઢડીયા ગામે રસોઈ બનાવવાં જેવી નજીવી બાબતે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી

બોટાદ જિલ્લાના ગઢડીયા ગામે રસોઈ બનાવવાં જેવી નજીવી બાબતે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા પતિની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પતિ-પત્ની વચ્ચે રસોઈ બનાવવા મામલે થઈ હતી તકરાર
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોટાદ જિલ્લાના ગઢડીયા ગામે પતિએ પત્નીની હત્યા કરવાની ઘટના સામે આવી છે. ગઢડીયા ગામમાં રહેતા ચંપાબેન અને તેના પતિ વચ્ચે રસોઈ બનાવવા મામલે તકરાર થઈ હતી. જોકે, પતિએ ઉશ્કેરાઈને લાકડીઓ અને પથ્થર વડે માર મારી પત્નીની હત્યા કરી નાખી.
આ બનાવની જાણ થતા પાળીયાદ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. હત્યા અંગે પ્રાથમિક તપાસ કરી તાત્કાલિક ગણતરીના કલાકોમાં આરોપી પતિ અશોકભાઈ ઉર્ફે સુખાભાઈની ધરપકડ કરી હતી.






