નવસારી: ફાર્મ હાઉસમાં તિક્ષ્ણ હથિયારથી પત્નીની હત્યા કરી પતિ ફરાર, મજૂરી કામ અર્થે આવ્યું હતું દંપતી
સંબંધોને લાંછન લગાડે તેવી ઘટના ફરીવાર સામે આવી છે. નવસારી તાલુકાના ઉગતથી ગોપળા ગામ તરફ જવાના માર્ગે આવેલા ફાર્મ હા

સંબંધોને લાંછન લગાડે તેવી ઘટના ફરીવાર સામે આવી છે. નવસારી તાલુકાના ઉગતથી ગોપળા ગામ તરફ જવાના માર્ગે આવેલા ફાર્મ હાઉસમાં પતિએ તીક્ષણ હથિયાર વડે પત્નીની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. મજૂરી કામ કરવા માટે પતિ – પત્ની ફાર્મ હાઉસમાં આવ્યા હતા. આરોપી પતિએ પત્નીની હત્યા કેમ કરી એ હાલ જાણી શકાયું નથી. હત્યા કરીને શખ્સ હાલ ફરાર થઈ ગયો છે.
લોહીના ડાઘા અને મહિલાનો મૃતદેહ જોતા સ્તબ્ધ થઈ ગયા
ફાર્મહાઉસનો માલિક જ્યારે કામ કેવું ચાલી રહ્યું તેની તપાસ કરવા ફાર્મ પર પહોંચ્યા ત્યારે તેમણે લોહીના ડાઘા અને મહિલાનો મૃતદેહ જોતા સ્તબ્ધ થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ તુંરત જ પોલીસને કરી હતી.
FSL અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ
પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસે FSL અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે.






