મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં માનવતા મરી પરવારી,સંપત્તિ વિવાદમાં કાકા પર ભત્રીજાનો અત્યાચાર

સુરત શહેરના મહીધરપુરામાં આવેલી પીપળા શેરીમાં મિલકત વિવાદમાં કાકા અને સગાભાઈએ ભાઈન

સુરતમાં માનવતા મરી પરવારી,સંપત્તિ વિવાદમાં કાકા પર ભત્રીજાનો અત્યાચાર

સુરત શહેરના મહીધરપુરામાં આવેલી પીપળા શેરીમાં મિલકત વિવાદમાં કાકા અને સગાભાઈએ ભાઈને માર માર્યો હતો. વૃદ્ધને ઢોરમાર મારતા હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે બાદ વૃદ્ધે મહીધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

સુરતમાં માનવતા મરી પરવારી હોવાનું સામે આવ્યું છે. આની પાછળ કારણ માત્ર સંપત્તિ વિવાદ હતો. 68 વર્ષીય યશવંત કુમાર ઉર્ફે બકુલભાઈ સોનીને સંયુક્ત મિલકત અંગે કોર્ટ કેસ ચાલે છે. જો કે બાદમાં સમાધાન નક્કી થયું કે બંને ભાઈઓ પોતાના દરવાજે તાળું મારશે. આ વિવાદ પાછળ દેવકૃપા ચેમ્બર્સ દુકાન નંબર-404નો વિવાદ છે. જે બાદ ભાઈ અને ભત્રીજો મળી એક તાળું તોડતા બબાલ થઈ હતી. તાળું ફરી મારવા મુદ્દે વૃદ્ધને ઢોરમાર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ઢોરને મારતા હોય તેમ ભાઈ અને ભત્રીજો મળીને કાકાને માર મારી રહ્યા હતા. જેથી આ સમગ્ર ઘટનાને લઈ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ મહીધરપુરા પોલીસે સીસીટીવીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો