મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ

ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી સ

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ

ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા.વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.અંબાજી આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. બોલ મારી અંબે જય જય અંબે ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યુ. ભક્તો સરળતાથી મા અંબાના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટે યોગ્ય વ્યવસ્થા કરી છે.

 51 શક્તિ પીઠ પૈકીના એક પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં માતાજીના દર્શન કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારે માતાજીના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે, જે મોડીસાંજ સુધી ચાલુ રહેશે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવાયા છે.

ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ ચૈત્રી નવરાત્રીનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા અનુસાર વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસે માં બહુચરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. વૈદિક મંત્રોના ઉચ્ચારણ થી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું હતું.

આ સમાચાર શેર કરો