મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જંગલેશ્વરમાં વિશાળ મકાન અચાનક JCB મશીન ઉપર જ ધરાશાયી થયું, સદનસીબે કર્મચારીનો થયો બચાવ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલિશન દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી છે. આજી ન

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલિશન દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી છે. આજી નદીના પટ્ટમાં આવેલા મકાનો તોડતી વખતે એક વિશાળ મકાન અચાનક જેસીબી મશીન ઉપર જ ધરાશાયી થયું હતું. સદનસીબે, ત્યાં કાર્યરત કર્મચારી સમયસૂચકતા વાપરીને મકાન પડતા પહેલા જ દોડીને બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે ડિમોલિશન સ્થળ પર હાજર લોકોમાં થોડીવાર માટે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.

શહેરમાં જડબેસલાક સુરક્ષા અને પ્રતિબંધો

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે

આ સમાચાર શેર કરો