મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Chhotaudepurના સનાડા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાતા એકનું મોત

છોટાઉદેપુર જિલ્લાના સનાડા ગામે ભારે વરસાદને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે રાત્રે લગભગ 10:30 વા

છોટાઉદેપુર જિલ્લાના સનાડા ગામે ભારે વરસાદને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાના સમયે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાના સમયે મકાનમાં પતિ-પત્ની સુતા હતા ત્યારે આ દુર્ઘટના બની.મકાન નીચે દબાઈ જતાં ગફુરભાઈ અપસિંગ રાઠવાની કરૂણ મૃત્યુ થઇ હતી, જ્યારે તેમની પત્નીનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ મદદરૂપ થઇ ઘાયલને બહાર કાઢ્યો હતો.હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક તંત્ર અને પંજામના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો