મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat Highcourtનો મહત્વપૂર્ણ ચુકાદો, 'હોસ્પિટલ ટેક્સ ચુકવણીની જવાબદારીમાંથી છટકી શકે નહીં'

Gujarat Highcourt News: ગુજરાત હાઇકોર્ટનો હોસ્પિટલોને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ

Gujarat Highcourtનો મહત્વપૂર્ણ ચુકાદો, 'હોસ્પિટલ ટેક્સ ચુકવણીની જવાબદારીમાંથી છટકી શકે નહીં'

Gujarat Highcourt News: ગુજરાત હાઇકોર્ટનો હોસ્પિટલોને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે વપરાતી સામગ્રી કે મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની બાબતો કરને પાત્ર છે. મેડિકલ સર્વિસના નામે હોસ્પિટલો રાજ્યના કર ચુકવણીની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોર પરથી સામગ્રી મંગાવી દર્દીઓની સારવારમાં વાપરી તેમની પાસેથી બિલ વસુલાતાં હોય છે. મેડિકલ ટ્રીટમેન્ટ અને મેડિકલ સર્વિસના નામે દર્દીઓને અપાતી સામગ્રી પર બજાર કિંમત કરતા ઊંચો દર વસુલવામાં આવતો હોય છે. હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે વર્ષ 2006થી પેન્ડિંગ એસેસમેન્ટમાં હોસ્પિટલોની કર ભરવાની જવાબદારી નક્કી થઈ છે. હોસ્પિટલોએ અંદાજિત 1000 કરોડ રૂપિયા જેટલો કર રાજ્ય સરકારને ચૂકવવો પડશે.

આ સમાચાર શેર કરો