મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ-ચાણસ્મા હાઇવે પર ભયાનક અકસ્માત: એકનું મોત

પાટણ-ચાણસ્મા હાઇવે રોડ પર ખીમીયાણા ગામ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં સ

તસવીર: gstv

પાટણ-ચાણસ્મા હાઇવે રોડ પર ખીમીયાણા ગામ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં સળિયા ભરેલી એક ટ્રક અને ટર્બો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો આગળનો ભાગ બિલકુલ કચ્ચરઘાણ થઈ ગયો હતો.આ દુર્ઘટનામાં ટ્રક ચાલક કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે જેસીબી અને કટરની મદદથી ભારે જહેમત ઉઠાવીને ત્રણ કલાકની ભારે બાદ ચાલકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો