Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fatal accident on Jaipur's Ajmer highway: 3 children killed

VIDEO: જયપુરના અજમેર હાઇવે પર ભીષણ અકસ્માત: ૩ બાળકોના મોત

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનના જયપુર ખાતે અજમેર હાઇવે પર ૨૦૦ ફૂટ બાયપાસ નજીક આજે એક કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેકાબૂ ટ્રેલરે રસ્તા પર જઈ રહેલા રાહદારીઓને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી, જેમાં ૩ નિર્દોષ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં અન્ય ૨ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર થયેલી આ દુર્ઘટનાને કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store