VIDEO: વરસાદ માટે આસ્થા: અંબાજી સંપૂર્ણ બંધ, વરૂણદેવને રીઝવવા વેપારીઓ પહોંચ્યા વનમાં!
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વરૂણદેવને રીઝવવા માટે


બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વરૂણદેવને રીઝવવા માટે વેપારીઓએ એક અનોખો નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતમાં ઓછો-વત્તો વરસાદ પડી રહ્યો છે, પરંતુ અંબાજી પંથક હજી પણ કોરોધાકોર હોવાથી સ્થાનિક વેપારીઓએ આજે પોતાના ધંધા-રોજગાર સ્વેચ્છાએ સંપૂર્ણ બંધ રાખ્યા છે, જેના કારણે અંબાજીના તમામ બજારો એકદમ સુમસામ ભાસી રહ્યા છે. મેઘરાજાને મનાવવા માટે તમામ વેપારીઓ આજે પોતપોતાના ઘરેથી જમવાનું બનાવીને વનમાં જશે અને ત્યાં 'વન ભોજન' કરી પ્રકૃતિના શરણે પ્રાર્થના કરશે. આટલું જ નહીં, અંબાજી મંદિરમાં પણ વરૂણદેવને પ્રસન્ન કરવા માટે ખાસ હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પંથકમાં જલ્દીથી સારો વરસાદ થાય અને દુષ્કાળની ભીતિ ટળે.




