VIDEO:વઘાસિયા ટોલ પ્લાઝા પર દાદાગીરી: ટોલ ટેક્સ ચૂકવ્યા વગર કાર પસાર, 6 શખ્સો સામે ફરિયાદ
વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલ પ્લાઝા પર છ શખ્સોએ દાદ


વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલ પ્લાઝા પર છ શખ્સોએ દાદાગીરી અને હંગામો મચાવ્યાની ઘટના સામે આવી છે. ક્રેટા અને સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ ટોલ કર્મચારીઓને ધમકીઓ આપી અને સેફ્ટી કોન વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ ટોલ ટેક્સ ચૂકવ્યા વગર જ પોતાની ગાડીઓ પસાર કરી દીધી હતી. ઘટનાને પગલે ટોલ પ્લાઝાના મેનેજરે જયરાજસિંહ ઝાલા, હરદીપ ઉર્ફે હરુભા ઝાલા સહિત ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



