રૂપાલા વિવાદને ઠારવા ગૃહમંત્રી અમિત શાહની થશે એન્ટ્રી, નારાજ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજાશે બેઠક
ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્ય

ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે કેન્દ્રીય મોવડીમંડળ હવે દરમ્યાનગીરી કરે તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, ગૃહ રાજ્યમંત્રી સહિતના સરકાર અને સંગઠનના અગ્રણીઓ દ્વારકા ક્ષત્રિય સમાજ સાથે થયેલી મંત્રણા પડી ભાંગી હોવાથી પ્રદેશ નેતાઓના હાથ ટૂંકા પડી રહ્યા છે.
આ બેઠકમાં કોઈ સમાધાન થયું નથી. ક્ષત્રિય સમાજ તેની માંગણી પર અડગ છે. ક્ષત્રિય સમાજની સંકલ સમિતિના સભ્યોની એવી માંગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થયા પછી જ સમાધાન શક્ય છે. જોકે હવે હાઈકમાન્ડને ગંભીરતા સમજાઈ હોવાથી ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેઓ સંકલન સિમિતિના સભ્યો સાથે મુલાકાત કરે તેવું માનવામાં આવી રહ્યું છે.
અમિત શાહ 18મી એપ્રિલે ગાંધીનગર મત વિસ્તારમાં રોડ-શો કરવાના છે. ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ ક્ષત્રિય સમજાના આગેવાનોને પણ સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ગાંધીનગર મત વિસ્તારમાં વિવિધ સ્થળો પર રોડ શો થશે. ચાંદલોડિયા, ઘાટલોડિયા, ઉમિયા હોલ, રન્નાપાર્ક, શાસ્ત્રીનગર, નારાણપુરા, વેજલપુર, જીવરાજ પાર્કમાં અમિત શાહનો રોડ શો યોજાશે.






