BHARUCH : 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો, હોમગાર્ડ જવાનની ધરપકડ
Bharuch News : ભરૂચમાં પોલીસે દુષ્કર્મના કેસમાં એક હોમગાર્ડ જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે આ હોમગાર્ડ જવાને 15 વર્

Bharuch News : ભરૂચમાં પોલીસે દુષ્કર્મના કેસમાં એક હોમગાર્ડ જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે આ હોમગાર્ડ જવાને 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ હોમગાર્ડ જવાન બે સંતાનોનો પિતા છે, છતાં પણ આવું કુકર્મ કરતા અચકાયો નહીં.
ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હેમંત રાણા ગૌરીવ્રત પુર્ણ થયાના બે-ત્રણ દિવસ બાદથી 15 વર્ષીય સગીરાનો પીછો કરતો હતો. છડીનોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે સમયે આરોપી હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો.
હેમંતે સગીરાને પાછળથી પકડી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને અંગતપળોનો વિડિયો ઉતારી સગીરાને મોબાઇલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






