મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની વિદ્યાર્થિનીએ બેડમિન્ટમાં માર્યુ મેદાન, અંડર-11 ગર્લ્સ ડબલ્સમાં મેળવ્યું રનર અપનું સ્થાન

સુરતના વિદ્યાર્થીઓ હવે માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ રમતગમતના મેદાનમાં પણ કાંઠુ કાઠી રહ્ય

સુરતની વિદ્યાર્થિનીએ બેડમિન્ટમાં માર્યુ મેદાન, અંડર-11 ગર્લ્સ ડબલ્સમાં મેળવ્યું રનર અપનું સ્થાન

સુરતના વિદ્યાર્થીઓ હવે માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ રમતગમતના મેદાનમાં પણ કાંઠુ કાઠી રહ્યાં છે. ત્યારે ધી રેડિયન્ટ ઇન્ટર નેશનલની વિદ્યાર્થિની માહી કોલસાવાલાએ બેડમિન્ટન રમતમાં સતત સફળતા મેળવી છે. ટેનિસ ક્લબ ખાતે યોનેક્સ સનરાઇઝ સ્વર્ગીય શ્રીમતી જયાબેન એસ. રાવલ મેમોરિયલ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024 માં માહી કોલસાવાલાએ અન્ડર- 11 ગર્લ્સ ડબલ્સમાં રનરઅપમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. જેથી શાળાના પ્રેસિડેન્ટ રામજીભાઈ માંગુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડાઇરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાઇરેફ્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમાર માહી કોલસાવાલાને શુભકામના પાઠવી હતી.

આ સમાચાર શેર કરો