Video: 'અમરાઈવાડી વિધાનસભામાં હિટલરશાહી ચાલે છે', ભાજપ ધારાસભ્ય પક્ષના કાર્યક્રમોમાં હાજર ન રહેતા કાર્યકરોમાં રોષ
અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપના આંતરિક રાજકારણમાં મોટો ભડકો જોવા મળ્યો છે, જ્યાં કાર્યકરો

અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપના આંતરિક રાજકારણમાં મોટો ભડકો જોવા મળ્યો છે, જ્યાં કાર્યકરો અને હોદ્દેદારોએ સ્થાનિક ધારાસભ્ય સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. ધારાસભ્ય કાર્યક્રમોમાં હાજર ન રહેતા હોવાના અને કાર્યકરોનું સન્માન ન જળવાતું હોવાના ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવવામાં આવ્યો છે. અમરાઈવાડીમાં 'હિટલરશાહી' ચાલતી હોવાનો આરોપ લગાવતા કાર્યકરોએ જણાવ્યું કે, એસી ઓફિસમાં બેસનારા લોકો ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોની વેદના સમજી શકતા નથી, જેના કારણે સંગઠનમાં ભારે અજંપો વ્યાપ્યો છે.




