બાવળા-બગોદરા હાઇવે પર હિન્ટ એન્ડ રનની ઘટના, રોડ ક્રોસ કરતા વ્યક્તિને કારે ટક્કર મારતા મોત
બાવળા-બગોદરા હાઇવે પર ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાવળા-સાણંદ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા વ્યક્

બાવળા-બગોદરા હાઇવે પર ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાવળા-સાણંદ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા વ્યક્તિને એક કારે ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.
હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત
બાવળા-બગોદરા હાઇવે પર રોડ ક્રોસ કરતા અશોક યાદવ નામના વ્યક્તિને ફૂલ સ્પીડમાં આવતી ફોર્ચ્યુનર કારે ટક્કર મારી હતી અને તે બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે અશોક યાદવ નામનો વ્યક્તિ કારની ટક્કર બાદ ઉછળ્યો હતો અને ઉંધા માથે નીચે પટકાયો હતો જેને કારણે તેના માથા પર ગંભીર ઇજા થઇ હતી જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બનાવની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડી આવી હતી અને મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. બાવળા પોલીસે ફરાર કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.






