RAJKOT : જાણો હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન ક્યારથી થશે
Rajkot News : રાજકોટ નજીક હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું પણ હજી આંતરરાષ્ટ્રીય

Rajkot News : રાજકોટ નજીક હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું પણ હજી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થતા કોંગ્રેસે હવા ભરેલા પ્લેન ઉડાવી વિરોધ કર્યો હતો. આખરે એ હીરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન ક્યારથી થશે.
ઓક્ટોબર 2024થી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ
હિરાસર એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે પૂર્ણ થતા જ અઢી મહિના બાદ ઓક્ટોબર 2024થી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન થશે. નિર્માણ પામી રહેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં કસ્ટમસ, ઈમિગ્રેશન સહિતની તમામ સુવિધાઓ હશે.
ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું કામ પૂરું થતા જ શિયાળામાં ઓક્ટોબર-2024થી એરલાઇન્સ કંપનીઓ દ્વારા હિરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગથી ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ શરૂ થશે.






