મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP કાંડ મામલે હાઈકોર્ટ લાલઘૂમ: અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી, માત્ર નક્કર પગલાં જોઈએ

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકારની તમામ દલીલો અને બચાવને ફગાવતાં જણાવ્યું કે અમારે કોઈ સો

TRP કાંડ મામલે હાઈકોર્ટ લાલઘૂમ: અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી, માત્ર નક્કર પગલાં જોઈએ

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મામલે  સરકારની તમામ દલીલો અને બચાવને ફગાવતાં જણાવ્યું કે અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી. માત્ર નક્કર પગલાં જોઈએ છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ અને સ્થાનિક સત્તાવાળાઓની સીધી અને ગંભીર બેદરકારી સામે આવી છે.

મોરબી પુલ દુર્ઘટનામાં પણ SIT રિપોર્ટ માટે એક વર્ષ રાહ જોઈ 

આ તમામની નિષ્કાળજીના કારણે જ આ દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના અકાળે મોત થયા છે. હાઈકોર્ટે સંભળાવ્યું કે SIT તમને એક પિક્ચર બતાવશે અને અમારે ડિપાર્ટમેન્ટલ ઈન્કાવાયરી (ખાતાકીય તપાસ) જોઈએ છે. તમે મોરબી પુલ દુર્ઘટનામાં પણ SIT રિપોર્ટ માટે એક વર્ષ રાહ જોઈ હતી.

ઘટનાઓ બન્યા બાદ સરકાર પગલાં ભરે છે

હાઈકોર્ટ કેસની સુનાવણી દરમ્યાન બહુ માર્મિક અને વેધક ટકોર કરી હતી કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડ આ ત્રણેય ઘટનાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહી થાય ત્યાં સુધી તેઓને કંઈ ખબર નહી પડે. રાજકોટ અગ્નિકાંડ મામલામાં રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જ અમે સીધા જવાબદાર માણીએ છીએ કારણકે તે મહાનગરપાલિકાના મુખીયા એટલે કે વડા છે.

આ સમાચાર શેર કરો