જામનગરમાં ધારાશાસ્ત્રી કિરીટ જોશીના હત્યા કેસમાં હાઇકોર્ટે સાક્ષીઓને ફટકાર્યો એક લાખનો દંડ
જામનગરમાં ધારાશાસ્ત્રી કિરીટ જોશીના હત્યા પ્રકરણમાં હાઇકોર્ટે સાક્ષીઓને એક

જામનગરમાં ધારાશાસ્ત્રી કિરીટ જોશીના હત્યા પ્રકરણમાં હાઇકોર્ટે સાક્ષીઓને એક એક લાખનો દંડ ફટકાર્યો છે. છેલ્લા સાત વર્ષથી આ મામલે નીચલી કોર્ટમાં કેસ ચાલે છે. તેમ છતાંય ત્રણેય સાક્ષીઓ દ્વારા હાઈકોર્ટમાં ક્રોસિંગ માટેની અરજી કરવામાં આવી હતી.
સાક્ષીઓએ અરજી કરી હતી કે પોલીસે તેમનું નિવેદન લીધું જ નથી તેમ છતાં પણ ચાર્જશીટમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી ફરિયાદમાંથી તેમનું નામ હટાવવા માટે સાક્ષીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટનો ટાઈમ વ્યર્થ કરવા બદલ ત્રણેય સાક્ષીઓને હાઇકોર્ટે એક એક લાખનો દંડ ફટકાર્યો હતો. આ સમગ્ર ઘટનામાં હત્યાના સાક્ષીઓ તરીકે કમલેશ ગોંનવદભાઇ પટેલ, દિનેશભાઇ જેન્તીભાઇ સોઢા અને સતીશભાઇ નંદકીશોર નામના ત્રણેય સાહેદોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.




