મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોકમપુરામાં પાણી ભરાતા સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા SDRF ટીમની લેવાય મદદ

નડિયાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ દરિમાયન

VIDEO: મોકમપુરામાં પાણી ભરાતા સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા SDRF ટીમની લેવાય મદદ

નડિયાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ દરિમાયન મોકમપુરા ગામ રહેતા એક મહિલાને પ્રસૂતિનો દુખાવો થતા તેમના પતિએ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કર્યો હતો. જે માટે આરોગ્ય અને આશા કર્મચારીઓ દ્વારા તેમને ગામ બહાર લાવવા પ્રયાસ કરેલ પણ ગામમાં પાણી ભરાયેલ હોવાથી મહિલાને બહાર લાવી શક્યા ન હતા. ત્યારબાદ એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. પરિણામે SDRFની ટીમ અને જિલ્લા આરોગ્ય તંત્રની સંકલિત કામગીરીથી સફળતાપુર્વક પ્રસૂતિ કરાવવામાં આવી છે. અને હાલ બાળક અને માતા બંને સુરક્ષિત છે.  

આ સમાચાર શેર કરો