VIDEO: વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વા

ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળોની ગર્જના સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ પડેલા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. સામે આવેલા દ્રશ્યોમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા અને વાહનચાલકો વરસાદની મજા માણતા નજરે પડે છે. જો કે, ભારે વરસાદના કારણે કેટલાક વ્યસ્ત રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનોની ગતિ ધીમી પડી હતી, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.




