VIDEO: વડોદરામાં વગર વરસાદે વિશ્વામિત્રી કિનારે ભારે ધોવાણ
સોર્સ : gstv
વડોદરાના અમિતનગર, પીટી કોલોની અને GIDC કોલોની નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે વગર વરસાદે ભારે ધોવાણ થયું છે. આ ધોવાણને કારણે બાજુમાં આવેલો RCC રોડ જોખમી બન્યો છે અને તેમાં મોટી તિરાડો પડતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના અધિકારી લક્ષ્યાંક નેદારીયાના જણાવ્યા મુજબ, હાલ ચોમાસાને કારણે કાયમી ગેબિયન વોલ બનાવવી શક્ય ન હોવાથી, ટેમ્પરરી સુરક્ષા તરીકે ૮ હજાર સેન્ડબેગ મૂકીને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહી છે, જે આગામી ૪-૫ દિવસમાં પૂર્ણ થશે. ચોમાસું પૂર્ણ થયા બાદ અહીં કાયમી મજબૂત દીવાલ બનાવવામાં આવશે.

