Gujaratના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આગામી 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ
રાજ્યમાં આજે 27 જુલાઈએ હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ ઍલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
ગઈકાલે 26 જુલાઈએ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેમાં આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગના Nowcast મુજબ, શનિવારે રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું હતું. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

