મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Chhotaudepurમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ઉકળાટમાં લોકોને મળી રાહત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા થતા બજારોમાં ખરીદી કરવા આ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા થતા બજારોમાં ખરીદી કરવા આવેલા લોકો ઘરે પરત જતા રહ્યાં હતાં.  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ નસવાડીમાં વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ હતો. લોકો ગરમીમાં હેરાન પરેશાન હતા. અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી લોકોએ વરસાદની મજા માણી હતી.

આ સમાચાર શેર કરો