Gujarat હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી
Gujarat Rain News: ગુજરાતભરમાં વરસાદે માઝા મુકી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવાસ માટે આગાહી કરવામાં આવી

Gujarat Rain News: ગુજરાતભરમાં વરસાદે માઝા મુકી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવાસ માટે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે હવામાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે છે.
આગામી 5 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 23થી 26 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં 46% વધુ વરસાદ નોંધાયો છે.




