ગુજરાતમાં 24 કલાકમાં 136 તાલુકામાં મેઘ મહેર, આ જિલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 2.32 ઈંચ, વડોદરામાં 2

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 2.32 ઈંચ, વડોદરામાં 2 ઈંચ, આણંદના ખંભાતમાં 1.96 ઈંચ અને ખેડાના ગળતેશ્વરમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 115 તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન આજે (10મી ઑગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 10મી ઑગસ્ટના અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
11મીથી 13મી ઓગસ્ટની આગાહી
11મીથી 13મી ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પમંચહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ શક્યાતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
14મી અને 15મી ઓગસ્ટની આગાહી
14મી અને 15મી ઑગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પમંચહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદ શક્યતા છે.








