મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી તેમાં ચૈતર વસાવા સામે ગુનાઓની યાદી રજૂ

અમદાવાદ: ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અન

ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી તેમાં ચૈતર વસાવા સામે ગુનાઓની યાદી રજૂ

અમદાવાદ: ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અને ખંડણીના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અને ખંડણીના મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાઓની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ચૈતર વસાવા સામે કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી કેટલીક FIRમાં સમાધાન થયું છે, જ્યારે કેટલીક FIR રદ કરવામાં આવી છે. જોકે, હજુ પણ ચૈતર વસાવા સામે 12 ફરિયાદો પેન્ડિંગ હોવાનું રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું.

રાજ્ય સરકારે વધુમાં દલીલ કરી હતી કે અગાઉના ગુનાઓમાં શરતોને આધારે ચૈતર વસાવાને જામીન સંબંધિત રાહત આપવામાં આવી હતી. ક્રિમિનલ એક્ટિવિટી નહીં થાય તેવી ખાતરીના આધારે બોન્ડ આપવામાં આવ્યા હોવાની પણ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી.બંને પક્ષે દલીલો પૂર્ણ ૨૪ ઓગસ્ટના રોજ જામીન અરજી પર કોર્ટ પોતાનો ચુકાદો આપશે.

આ સમાચાર શેર કરો