ઈડર: લક્ષ્મી વુમન્સ હોસ્પિટલના સોનોગ્રાફી મશીનો આરોગ્ય વિભાગે કર્યા સીલ, ગેરકાયદેસર રીતે થતું હતું ગર્ભપરીક્ષણ
ગુજરાત રાજ્યના સાબરકાંઠાના ઈડરમાં જિલ્લા આરોગ્ય વિભાગે જાણીતી હોસ્પિટલમાં 

ગુજરાત રાજ્યના સાબરકાંઠાના ઈડરમાં જિલ્લા આરોગ્ય વિભાગે જાણીતી હોસ્પિટલમાં દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગે લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડીને ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા.
ઈડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા
આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે ઈડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે ગર્ભપરીક્ષણ ચાલતું હતું. જેની માહિતી મળતા જ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા.આરોગ્ય વિભાગની રેડ બાદ અધિકારીઓના મોબાઈલ બંધ આવ્યા હતા. દરોડા દરમિયાન ઘણી બધી વસ્તુઓને જપ્ત કરવામાં આવી હતી.




