મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બલ્ગેરિયન યુવતીની ફરિયાદ બાદ HCએ કલેક્ટરને ફટકારી નોટિસ, કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી

કેડીલાના સીએમડી રાજીવ મોદીના સામે દુષ્કર્મના આક્ષેપોનો મામલો સતત વણસ

બલ્ગેરિયન યુવતીની ફરિયાદ બાદ HCએ કલેક્ટરને ફટકારી નોટિસ, કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી

કેડીલાના સીએમડી રાજીવ મોદીના સામે દુષ્કર્મના આક્ષેપોનો મામલો સતત વણસી રહ્યો છે. તાજેતરમાં જ પોલીસે રાજીવ મોદીને આ મામલે ક્લીનચીટ આપી હતી. કેડીલાના રાજીવ મોદી સામે જાતીય સતામણીની ફરિયાદ મુદ્દે બલ્ગેરિયન યુવતી હાઈકોર્ટમાં પહોંચી છે. બલ્ગેરિયન યુવતીએ તપાસ ઢીલી હોવાનો તેમજ પીડિતાને સાંભળ્યા વિના ફરિયાદ રદ કરી દેવાના આરોપ સાથે HCમાં પહોંચી છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે કલેકટર, નેશનલ કમિશનર ઓફ વુમન્સને પણ નોટિસ ફટકારવામાં આવી છે. 

ઇન્કવાયરી બંધ કરતા યુવતીએ હાઇકોર્ટમાં ધા નાંખી 

કામકાજના સ્થળે મહિલા પર  સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અંગે બનેલા કાયદાની જોગવાઈનું પાલન નહીં થયું હોવા અંગે અમદાવાદ કલેક્ટર અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં બલ્ગેરિયન યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. યુવતીની ફરિયાદ બાદ પણ ઠોસ પગલા નહીં લેવાતા તેણે હાઇકોર્ટમાં અરજી કરી છે. યુવતીની ફરિયાદ મુજબ આ બાબતે કલેક્ટર અને અન્યો સામે પણ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે. તપાસમાં ઇન્કવાયરી બંધ કરતા યુવતીએ હાઇકોર્ટમાં ધા નાંખી છે. 

લોકલ કમ્પ્લેન્ટ કમિટીએ પગલાં ના લેતા હાઇકોર્ટમાં અરજી 

લોકલ કમ્પ્લેન્ટ કમિટીએ પગલાં ના લેતા હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં રાજીવ મોદી, તેના પુત્ર અને અન્ય લોકો સામે તપાસ કરવાની માંગ કરી છે. આ સાથે નિવૃત્ત ન્યાયમૂર્તિના અધ્યક્ષપણામાં તપાસ પંચ નિમવાની માંગ કરી છે. હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટર સહિત અન્યોને નોટિસ જારી કરી છે. આ સાથે વધુ સુનાવણી 13 માર્ચે રાખવામાં આવી છે.

મેજિસ્ટ્રેટ પોલીસને વધુ તપાસ માટે આદેશ પણ આપી શકે

રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતી પોતાના વતન પરત ફરી ગઈ હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારે હવે પોલીસે આ કેસ સંદર્ભે કોર્ટમાં A સમરી ફાઈલ કરી છે. A સમરી ત્યારે ભરાય છે જ્યારે પોલીસ માનતી હોય કે ગુનો બન્યો છે. પરંતુ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા ના હોય. આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરીને ટ્રાયલ ચલાવી શકાય તેમ નથી. આ કેસમાં ફરિયાદ દાખલ થયે અને ગુનો બન્યા વચ્ચે આશરે 1 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. જોકે, હવે મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને ફરિયાદી વાંધો ઉઠાવી શકે છે. મેજિસ્ટ્રેટ પોલીસને વધુ તપાસ માટે આદેશ પણ આપી શકે છે. 

 દુષ્કર્મ કેસની તપાસ માટે SIT નિમવામાં આવી હતી

પોલીસ દ્વારા A સમરી ભરાતા યુવતીના વકીલે સુપ્રીમ કોર્ટમાં પોતાની ફરિયાદ સંદર્ભે CBI તપાસની માગ સાથે કરેલ અરજી નિરર્થક થઈ છે. જો કેસ બંધ કરાય તો તેને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી શકાશે. જણાવી દઈએ કે, રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસની તપાસ માટે SIT નિમવામાં આવી હતી. તેમજ એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાના વડપણ હેઠળ SITએ કેસના તમામ સાક્ષીઓના નિવેદન લીધા.આ મામલે પોલીસે તપાસમાં રાજીવ મોદીને ક્લીનચિટ આપી દીધી હતી. 

ક્લિનચીટ બાદ ફરી એકવખત યુવતીએ આરોપ લગાવ્યો કે, રાજીવ મોદી સામે ફરિયાદ ના કરવા તેના પર પોલીસ દ્વારા જ દબાણ કરવામાં આવ્યું હતું.આ પછી કેડિલાના રાજીવ મોદી સામે યુવતીએ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં પોતાના કેસની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવા માટે જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો