VIDEO: જાહેર મંચ પરથી હર્ષ સંઘવીએ કોંગી ધારાસભ્યના કર્યા વખાણ, કહ્યું- 'કિરીટ પટેલ તો સજ્જન વ્યક્તિ છે'
ધારાસભ્ય કે નેતા પાર્ટી બદલે તેનો ગણગણાટ ઘણી વખત હસી-મજાકથી શરૂ થતો હોય છે. એવું જ કઈંક પાટણમા

ધારાસભ્ય કે નેતા પાર્ટી બદલે તેનો ગણગણાટ ઘણી વખત હસી-મજાકથી શરૂ થતો હોય છે. એવું જ કઈંક પાટણમાં યોજાયેલા બસ પોર્ટના ઉદ્ધાટન કાર્યક્રમમાં થયું. હર્ષ સંઘવીએ મંચ પરથી જાહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરિટી પટેલના વખાણ કર્યાં અને કહ્યું કે અમે તો કિરીટભાઈને સજ્જન વ્યક્તિ જ ગણીએ છીએ, પણ તેની પાર્ટીને ન સમજાય તો શું કરવું? સંઘવીએ કિરીટ પટેલના વખાણ કરતા કહ્યું કે, તેમની પાર્ટીના અમુક લોકો કિરીટ પટેલને ઓળખી શકતા નથી તે તેમની પાર્ટીનું દુઃખ છે. ટુંકા ગાળામાં બે ભાજપના બે નેતાઓએ કિરીટ પટેલના લખાણ કરતા શું કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય માટે ભાજપ લાલ જાજમ પાથરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.


