મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાલોલ હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રુપિયા માટે મિત્રોએ કરી હત્યા; ત્રણની ધરપકડ

ત્રણ દિવસ અગાઉ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી મળી આવેલ યુવકના મૃતદેહ બાદ પોસ્ટમોર્ટમમાં તેની હત્યા થ

હાલોલ હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રુપિયા માટે મિત્રોએ કરી હત્યા; ત્રણની ધરપકડ

ત્રણ દિવસ અગાઉ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી મળી આવેલ યુવકના મૃતદેહ બાદ પોસ્ટમોર્ટમમાં તેની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે યુવકની હત્યા કરનારાઓની હાલોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતકની સીતારામ યાદવ તરીકે ઓળખ થઈ હતી. તે જ્યાં કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સીતારામ યાદવ જે ગોડાઉનમાં કામ કરતો હતો ત્યાં કામ કરતા બીજા યુવાનો સાથે મજૂરીના પૈસાની લેતીદેતી બાબતે થોડા દિવસ અગાઉ ઝગડો થયો હતો.

આ પણ વાંચો : UP પોલીસનું એન્કાઉન્ટર: લખનઉ ઓવરસીઝ બેંક લૂંટ કેસમાં બે ગુનેગારો ઠાર

જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરતાં તેની સાથે કામ કરતા ત્રણ યુવાનોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ત્રણ યુવાનોએ સાથે મળીને રૂપિયા 500ની રકમની લેતીદેતી માટે ઝગડાને કારણે સીતારામ યાદવની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. રાત્રીના સમયે સુઈ રહેલા સીતારામ યાદવ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દોરી દ્વારા તેના ગળે ફાંસો આપી તેની હત્યા નિપજાવવામાં આવી હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણે યુવાનોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો