VIDEO: હકાભા ગઢવીના નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ
મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે લોક કલાકાર હકાભા ગઢવીએ ખુલાસો કરતા ખળભળાટ મચ્યો છે.


મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે લોક કલાકાર હકાભા ગઢવીએ ખુલાસો કરતા ખળભળાટ મચ્યો છે. હકાભાએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર આંદોલનના નામે પૈસાની માંગણી કરવાનો આરોપ લગાવ્યો છે.હકાભાએ દાવો કર્યો છે કે, નિલેશ એરવાડિયાએ સરકાર સાથે સેટિંગ કરવા માટે નાણાંની વાત કરી હતી, જેનું ઓડિયો રેકોર્ડિંગ પણ તેમની પાસે છે. તેમણે કહ્યું કે, "ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરનારાઓને સજા થવી જોઈએ." સાથે જ તેમણે પોતાના પરિવારની સુરક્ષાની માંગ પણ કરી છે. આ સમગ્ર ઘટના બાદ ખેડૂત આંદોલનમાં નવા વિવાદોએ જન્મ લીધો છે.



