VIDEO: મોરબી: ખેડૂતોના સમર્થનમાં હકાભા ગઢવી મેદાને, ડાયરામાં ઉમટી જનમેદની
મોરબીના જેતપર ગામે અદાણી કંપનીની વીજલાઇનના પ્રશ્નને લઈને ચાલી રહેલા ખેડૂતોના

મોરબીના જેતપર ગામે અદાણી કંપનીની વીજલાઇનના પ્રશ્નને લઈને ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલન વચ્ચે જાણીતા લોકકલાકાર હકાભા ગઢવી ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે. આ આંદોલનને વેગ આપવા માટે ગઈકાલે રાત્રે એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હકાભા ગઢવીને સાંભળવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તબક્કે કલાકાર હકાભા ગઢવીએ મંચ પરથી સરકારને નમ્ર વિનંતી કરતા જણાવ્યું હતું કે, અન્નદાતા પરેશાન છે ત્યારે સરકાર વહેલી તકે આ બાબતે યોગ્ય નિર્ણય કરી ખેડૂતોને ન્યાય આપે.




