મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતી કલાકારોના કેમેરામેનોએ વિધાનસભા ગેલેરી સુધી કેમેરા લઈ જતા પોલીસે બહારનો રસ્તો બતાવ્યો

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતના કલા

ગુજરાતી કલાકારોના કેમેરામેનોએ વિધાનસભા ગેલેરી સુધી કેમેરા લઈ જતા પોલીસે બહારનો રસ્તો બતાવ્યો

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતના કલાકારો ગૃહની કામગીરી નિહાળવી ઉમટયાં હતા. જો કે, તેઓ તેમના કેમેરામેન સાથે આવ્યા હતા. જેથી ગૃહની કામગીરી નિહાળી પરંતુ કલાકારોના કેમેરામેન ગેલેરી સુધી પહોંચી જઈને વિધાનસભાના નિયમોનો ઉલાળિયો કર્યો હતો.

ગીતા રબારી, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી પણ વિધાનસભામાં હાજર રહ્યા હતા. આ કલાકારોના કેમેરામેન ગૃહની ગેલેરી સુધી ધીમેધીમે રીતસરના પહોંચ્યા ત્યારે પોલીસના જવાનોએ તામ કેમેરામેનને બહાર કાઢયા હતા. કારણ કે, સામાન્ય રીતે કેમેરા ત્યાં સુધી લઈ જવાની મંજૂરી નથી હોતી. જેથી નિયમોના ભંગને લીધે કેમેરામેનોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ કેમેરામેન કલાકારો પોતાની સાથે વાહવાહી માટે સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના લીધે નિયમ ભંગ થતો હતો. 

આ સમાચાર શેર કરો