મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર: પાંચ મહિનામાં જ એક હજારથી વધુ કેસ, મોતનો આંકડો પણ ડરામણો

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર વધી રહ્યો છે. આ વર્ષે મે મહિના સુધીમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 1022 કેસ નોંધાઇ

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર: પાંચ મહિનામાં જ એક હજારથી વધુ કેસ, મોતનો આંકડો પણ ડરામણો

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર વધી રહ્યો છે. આ વર્ષે મે મહિના સુધીમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 1022 કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે 27ના મૃત્યુ થયા છે. સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં પંજાબ બાજ ગુજરાત બીજા સ્થાને છે.

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો

ગુજરાતમાં આ સ્થિતિ અનુસાર આ વર્ષે દર મહિને સ્વાઇન ફ્લૂના સરેરાશ 204 નવા કેસ નોંધાય છે જ્યારે પાંચ વ્યક્તિ જીવ ગુમાવે છે. સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં દિલ્હી 1543 સાથે મોખરે, ગુજરાત બીજા, રાજસ્થાન 1005 સાથે ત્રીજા, કર્ણાટક 398 સાથે ચોથા અને મહારાષ્ટ્ર 379 કેસ સાથે પાંચમા સ્થાને છે. મે મહિના દરમિયાન ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 35 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિ મોતને ભેંટી છે. 

વર્ષ 2018થી મે 2024 સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 10504 કેસ નોંધાયા છે જ્યારે 353 વ્યક્તિના મૃત્યુ થયા છે. ગત વર્ષે સ્વાઇન ફ્લૂના કૂલ 212 કેસ નોંધાયા હતા અને 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રથમ પાંચ મહિનામાં જ સ્વાઇન ફ્લૂના કેસમાં લગભગ પાંચ ગણો જ્યારે મૃત્યુમાં 8 ગણો વધારો થયો છે.

આ વર્ષે ક્યા રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા

રાજ્ય  કેસ મૃત્યુ
પંજાબ 303 41
ગુજરાત 1022 27
હરિયાણા 265 20
મહારાષ્ટ્ર 379 15
રાજસ્થાન 1005 12
દેશમાં કુલ 6351 132

આ સમાચાર શેર કરો