ગુજરાત પોલીસને મળ્યા 8 નાયબ પોલીસ અધિક્ષક, GPSC પરિણામ બાદ મળી નિમણૂક
ગુજરાત જાહેર સેવા આયોગની લેવાયેલ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને વર્ગ-2

ગુજરાત જાહેર સેવા આયોગની લેવાયેલ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની ભ૨તી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલ આખરી પરિણામ મુજબ સફળ જાહેર થયેલ ઉમેદવારો પૈકી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગની જગ્યા પર નિમણૂંક માટે પસંદગી પામેલ કુલ- 08 ઉમેદવારોની ગૃહ વિભાગને ફાળવણી કરવામાં આવી હતી.
8 ઉમેદવારોને નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં નિમણુંક આપવામાં આવી છે.






