મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતને મળશે વધુ એક જિલ્લો, બનાસકાંઠાના થશે બે ભાગ, સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં

ગુજરાતને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો જિલ્લો મળી શકે છે.બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે. કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મં

ગુજરાતને મળશે વધુ એક જિલ્લો, બનાસકાંઠાના થશે બે ભાગ, સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં

ગુજરાતને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો જિલ્લો મળી શકે છે.બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે. કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી કક્ષાએ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતના 34 જિલ્લા થશે

ગુજરાતમાં અત્યારે 33 જિલ્લા છે. બનાસકાંઠાના બે ભાગ થતા હવે 34 જિલ્લા થશે. બનાસકાંઠામાંથી થરાદને નવો જિલ્લો બનાવવામાં આવી શકે છે.

થરાદ બનશે નવો જિલ્લો

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદને નવો જિલ્લો બનાવવામાં આવશે. થરાદ જિલ્લો બને તો થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે.બનાસકાંઠામાં અત્યારે 14 તાલુકા આવેલા છે. થરાદ નવો જિલ્લો બનતા થરાદમાં વાવ, સુઇગામ,કાંકરેજ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાનો સમાવેશ કરવામાં આવી શકે છે. હાલનું જિલ્લા મથક પાલનપુર થરાદથી 90 કિલોમીટર દૂર છે ત્યારે થરાદને નવો જિલ્લો બનાવવાથી વહીવટી કામોમાં સરળતા આવશે અને વિકાસની કામગીરીને વેગ મળશે.

ગુજરાતમાં અત્યારે 33  જિલ્લા

ગુજરાતમાં અત્યારે 33 જિલ્લા છે જેમાં અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જામનગર, જુનાગઢ, ડાંગ, તાપી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, મહીસાગર, મહેસાણા, મોરબી,રાજકોટ, વડોદરા, વલસાડ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર

9 મહાનગરપાલિકાઓને પણ રાજ્ય સરકારની મંજૂરી

મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ-નડિયાદ, પોરબંદરને મહાનગરપાલિકાઓને પણ રાજ્ય સરકારની મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો