મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતનો દરિયાકાંઠો 2300 કિલોમીટર થયો, 700 કિલોમીટરનો વધારો

સરવે ઓફ ઇન્ડિયાએ અદ્યતન ટેક્નોલોજીની મદદથી સમગ્ર દેશના દરિયાકાંઠાને માપ્યો છે. જેના ચોંકાવનારા આંકડા

ગુજરાતનો દરિયાકાંઠો 2300 કિલોમીટર થયો, 700 કિલોમીટરનો વધારો

સરવે ઓફ ઇન્ડિયાએ અદ્યતન ટેક્નોલોજીની મદદથી સમગ્ર દેશના દરિયાકાંઠાને માપ્યો છે. જેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતનો દરિયાકાંઠો દેશમાં સૌથી લાંબો છે, જે અત્યાર સુધી 1600 કિલોમીટર નોંધાયેલો હતો. પરંતુ હવે 700 કિલોમીટરના વધારા સાથે ગુજરાતનો દરિયાકાંઠો 2300 કિલોમીટર થયો છે.

સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્યોમાં ગુજરાત મોખરે

સર્વે ઓફ ઈન્ડિયાના લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં કુલ 11,098 કિલોમીટર લંબાઈ ધરાવતો દરિયાકિનારો છે. જેમાં સૌથી વધુ લાંબો દરિયાકિનારો ગુજરાતમાં છે. પુનઃગણતરી અનુસાર, ગુજરાતના દરિયાકાંઠમાં વધારો થયો છે. જે વર્ષ 1970માં 1,214 કિલોમીટર હતો, બાદમાં 1660 કિલોમીટર થયો, ત્યારબાદ 1945 કિલોમીટર થયો. આમ, ગુજરાતનો દરિયાકાંઠો છેલ્લા 53 વર્ષમાં લગભગ બમણો થઈને 2,340 કિલોમીટર થયો છે.

પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલા ફેરફારોની સીધી અસર ગુજરાત સહિત દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ થઈ રહી છે. પરંતુ હવે, આગામી વર્ષોમાં આ લાંબો દરિયાકિનારો ચિંતાજનક સ્થિતિ ઉભી કરે તેવી કુદરતી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એવું માની શકાય કે, ગત વર્ષોમાં દેશના દરિયાકિનારે દરિયાના પાણીનું સ્તર વધ્યું છે. તેના કારણે ધીમી ગતિથી દરિયાના પાણી આગળ વધી રહ્યા છે. 

દરિયાકિનારાની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. દરિયાકિનારાની આ જમીનમાં દરિયાના પાણી પ્રવેશી ચૂક્યા છે. હવે, ગુજરાત સરકાર માટે ચિંતાની બાબત એ છે કે, ગુજરાતમાં કિલોમીટર લાંબા દરિયા કિનારામાંથી કુલ 700 કિલોમીટર દરિયાકિનારાનું ધોવાણ થયું છે, જે મોટું સંકટ છે. કચ્છના અખાત, વલસાડમાં સૌથી વધુ ધોવાણ થયું છે.

આ સમાચાર શેર કરો