મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાઇટેક ખેતીની રેસમાં ગુજરાત પછડાયું: દક્ષિણ અને ઉત્તર ભારતના રાજ્યોએ બાજી મારી

હાઇટેક ખેતીની રેસમાં ગુજરાત પછડાયું: દક્ષિણ અને ઉત્તર ભારતના રાજ્યોએ બાજી મારી
આ સમાચાર સાંભળો

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘નમો ડ્રોન દીદી યોજના’ અંતર્ગત ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર અને હાઈટેક બનાવવાની રેસમાં ગુજરાત અપેક્ષા કરતાં ઘણું પાછળ રહી ગયું છે. સત્તાવાર ડેટા અનુસાર, કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનાલોજી અપનાવવામાં અને મહિલાઓને ડ્રોન પાઈલટની તાલીમ આપવામાં દક્ષિણ અને ઉત્તર ભારતના રાજ્યો બાજી મારી ગયા છે, જ્યારે દેશનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત હજુ પણ મધ્યમ સ્તરે અટવાયેલું જોવા મળી રહ્યું છે.ગુજરાત વિશેષ સમાચાર

ગુજરાતમાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ સુધી ડ્રોન પહોંચાડવાની અને સપ્લાય ચેઈનની ગતિ ધીમી

જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ પ્રમાણે, દક્ષિણ ભારતનું કર્ણાટક 145 ડ્રોન સાથે દેશભરમાં પ્રથમ ક્રમે છે. જ્યારે દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ 128 ડ્રોન સાથે બીજા ક્રમે અને આંધ્ર પ્રદેશ 108 ડ્રોન સાથે ત્રીજા ક્રમે છે. નાનકડા હરિયાણાએ પણ 102 ડ્રોન ફાળવીને સદી વટાવી દીધી છે.

જાન્યુઆરી 26, સુધીમાં ગુજરાત માત્ર 58 ડ્રોન અને એટલી જ મહિલા પાઈલટોની તાલીમ સાથે ઘણું પાછળ છે. જોકે, ગોવા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી છે, પરંતુ કૃષિ અને સહકારી ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા ગુજરાત માટે આ આંકડો ચિંતાજનક છે. ટોચના રાજ્યોની સરખામણીમાં ગુજરાત અડધાથી પણ ઓછી ક્ષમતા પર કામ કરી રહ્યું છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ સુધી ડ્રોન પહોંચાડવાની અને સપ્લાય ચેઈનની ગતિ ધીમી રહી છે. ઉપરાંત, અન્ય રાજ્યોએ ડ્રોન દ્વારા નેનો યુરિયા અને જંતુનાશકોના છંટકાવની નીતિને વધુ આક્રમક રીતે લાગુ કરી છે. જો ગુજરાત આધુનિક ખેતી અને મહિલા સશક્તિકરણના આ મહાયજ્ઞમાં મોખરાનું સ્થાન મેળવવા માંગતું હોય, તો આ યોજનાને વધુ અસરકારક અને ઝડપી બનાવવી પડશે.g

આ સમાચાર શેર કરો