મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટને મળ્યા વધુ એક ન્યાયાધીશ,

ગુજરાત હાઇકોર્ટને વધુ એક ન્યાયાધીશ મળવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ઓરિસ્સા હાઇકોર્ટના જસ્ટિસ માનસ રંજન પાઠ

ગુજરાત હાઇકોર્ટને મળ્યા વધુ એક ન્યાયાધીશ,

ગુજરાત હાઇકોર્ટને વધુ એક ન્યાયાધીશ મળવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ઓરિસ્સા હાઇકોર્ટના જસ્ટિસ માનસ રંજન પાઠકની ગુજરાત હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરી છે. આ બદલી બાદ જસ્ટિસ માનસ રંજન પાઠક ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.

જસ્ટિસ પાઠકની નિમણૂક બાદ ગુજરાત હાઇકોર્ટમાં કાર્યરત ન્યાયાધીશોની સંખ્યા વધીને 34 થશે. હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં મંજૂર 52 ન્યાયાધીશોના મહેકમ સામે 34 ન્યાયાધીશો કાર્યરત છે. એટલે કે હજુ પણ ન્યાયાધીશોની સંખ્યામાં નોંધપાત્ર ખાલી જગ્યાઓ છે.

નવા ન્યાયાધીશની નિમણૂકથી હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલમાં મદદ મળશે તેવી આશા છે.

આ સમાચાર શેર કરો