મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોલીસ ગ્રેડ પે આંદોલનમાં પોલીસ કર્મચારી સામે કરેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે કરી રદ

ગુજરાત હાઈકોર્ટે પોલીસ ગ્રેડ પે આંદોલન દરમિયાન પોલીસ કર્

પોલીસ ગ્રેડ પે આંદોલનમાં પોલીસ કર્મચારી સામે કરેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે કરી રદ

ગુજરાત હાઈકોર્ટે પોલીસ ગ્રેડ પે આંદોલન દરમિયાન પોલીસ કર્મચારી સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી છે. આ મામલે હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, પોલીસ કર્મચારી હડતાળ કે તોફાન નહોતા કરી રહ્યા. તેમના પર ખાતાકીય પગલા લઈ શકાયા હોત, પણ ફોજદારી કાર્યવાહી કાયદાકીય રીતે યોગ્ય નથી. 

નોંધનીય છે કે, વર્ષ 2020માં અલગ અલગ 5 સ્થળો પર પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ કર્મચારીના આંદોલનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અને સ્ટેટ્સ મૂકવા બાબતે આ સમગ્ર ફરિયાદ નોંધાઈ હતી, જો કે હવે ગુજરાત હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરી છે. 

આ સમાચાર શેર કરો