મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે હાઈકોર્ટે આપી મંજૂરી, લોકસભા ચૂંટણી પહેલા AAPના ઉમેદવારને મળી રાહત

આપ પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાને ચૂંટણી પહેલા ગુજરાત હાઇ

ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે હાઈકોર્ટે આપી મંજૂરી, લોકસભા ચૂંટણી પહેલા AAPના ઉમેદવારને મળી રાહત

આપ પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાને ચૂંટણી પહેલા ગુજરાત હાઇકોર્ટમાંથી રાહત મળી છે. હાઇકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપી છે. નોંધનીય છે કે, વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે.

ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપી છે. ડેડિયાપાડાના બોગજ ગામમાં વન વિભાગના અધિકારીઓને ખખડાવવાના કેસમાં ચૈતર વસાવા ઉપર કાર્યવાહી ચાલી રહી છે. જોકે, અગાઉ ચૈતરને આ કેસમાં નર્મદા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા.

ત્યારે આજે હાઇકોર્ટે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. નર્મદા જિલ્લામાં પ્રચાર માટે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સેશન્સ કોર્ટ અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

આ સમાચાર શેર કરો