મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં યોજાશે ગુજરાતનો સૌથી મોટો ટેક એક્સપો

અમદાવાદમાં સાયન્સ સિટીમાં આવેલા વિજ્ઞાન ભવનમાં બે દિવસ ટેક એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને ટેકનોલોજીથી

અમદાવાદમાં યોજાશે ગુજરાતનો સૌથી મોટો ટેક એક્સપો

અમદાવાદમાં સાયન્સ સિટીમાં આવેલા વિજ્ઞાન ભવનમાં બે દિવસ ટેક એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને ટેકનોલોજીથી માહિતગાર કરવા માટે 21 અને 22 ડિસેમ્બરે ટેક એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં યોજાશે ટેક એકસ્પો

વર્તમાન સમય ટેકનોલોજીનો છે ત્યારે ટેકનોલોજીના જાણકાર માટે સારી તક છે. રોજ રોજ નવી નવી ટેકનોલોજીનો આવિષ્કાર થઇ રહ્યો છે ત્યારે ટેકનોલોજીથી લોકોને માહિતગાર કરવા માટે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બે દિવસીય ટેક એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 21 અને 22 ડિસેમ્બર એમ બે દિવસ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં ટેક એકસ્પો ટેક યોજાશે. 

20થી વધુ સ્પીકર્સ ભાગ લેશે

સાયન્સ સિટીમાં યોજાનારા ટેક એક્સપોમાં 100થી વધુ બૂથ, 20 જાણીતા સ્પીકર્સ અને સ્પોન્સર્સ હશે. આ એકસ્પો 3000થી વધુ સહભાગીઓને એકસાથે લાવશે જેમાં સ્થાપિત વ્યવસાયો, મહત્ત્વાકાંક્ષી સાહસિકો અને લીડીંગ ટેક ટેલેન્ટનો સમાવેશ થાય છે.

મોટિવેશનલ સ્પીકર્સની વાત કરીએ તો ટેક એક્સપોમાં સોનુ શર્મા (ઇંસ્પીરેશનલ સ્પિકર અને લીડરશિપ કોચ), સવજીભાઇ ધોળકિયા (HK એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ), ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી (લાઇફ કોચ અને એમિનેટ સ્પીકર BAPS સ્વામિનારાયણ સંસ્થા), યશ વસંત (મેનેજિંગ ડિરેક્ટર- વસંત ગ્રુપ), ચૈત્રક શાહ (શિવાલીક ગ્રુપ MD અને ચેરમેન), કનકસિંહ રાણા (ડિરેક્ટર, GTPL), હર્ષલ શાહ (CEO Elsner Technologie) સહિતના મહાનુભાવો હાજર રહેશે.

આ પણ વાંચો: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનાં આ 6 શહેરોની પસંદગી, અત્યાર સુધી આટલા કરોડનો ખર્ચ

ટેક એકસ્પો ગુજરાતના ટાર્ગેટ ઓડિયન્સમાં શૈક્ષણિક સંસ્થાઓ, મેડિકલ સર્વિસીસ, સરકારી સંસ્થાઓ, રિટેલર્સ, ફાઇનાન્સિયલ સ્ટાર્ટઅપ, FMCG કંપનીઓ, ફાર્મા ઉત્પાદકો ટેક્સટાઇલ કંપનીઓ, ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રોવાઇડર, સિરામિક ઇન્ડસ્ટ્રી, બેન્કિંગ-વિમા અને પ્રવાસન ઉદ્યોગ, ઓટો મોબાઇલ તેમજ અન્ય ક્ષેત્રોમાં ટેકનોલોજીના ઉપયોગ અને તેના મહત્ત્વની ચર્ચા-વિચારણા કરાશે.

આ સમાચાર શેર કરો