મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PI - PSIની બદલીના પરિપત્ર મામલે DGPની સ્પષ્ટતા, કહ્યું ‘આવો કોઈ પરિપત્ર નથી’

PI - PSIની બદલીના પરિપત્ર મામલે DGPની સ્પષ્ટતા સામે આવી છે. થોડા દિવસ પહેલા PI - PSIની બ

PI - PSIની બદલીના પરિપત્ર મામલે DGPની સ્પષ્ટતા, કહ્યું ‘આવો કોઈ પરિપત્ર નથી’

PI - PSIની બદલીના પરિપત્ર મામલે DGPની સ્પષ્ટતા સામે આવી છે. થોડા દિવસ પહેલા PI - PSIની બદલીના નામે એક પરિપત્ર વાયરલ થયો હતો. વાયરલ પરિપત્ર મામલે ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘આવો કોઈ પરિપત્ર નથી’.

ઉલ્લેખનીય છે કે એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા PI - PSI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો એક પરિપત્ર થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. જો કે આ વાયરલ પરિપત્ર બાદ પોલીસ અધિકારીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો હતો. પોલીસ વિભાગમાં શિસ્તભંગના પગલે કોઈ અધિકારીઓ આ મામલે જાહેરમાં બોલવા કે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવાથી ડરી રહ્યા હતા.

PI અને PSIની બદલી અંગે એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, “PI અને PSIની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં ફરજ બજાવી હોય તેવા PI અને PSIને નજીકના જિલ્લાઓમાં બદલી નહી કરી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય નાયબ પોલીસ અધિક્ષક- Dy.SP અને પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર, રેન્જની કમાન સંભાળતા IPS ઓફિસરોને લાગુ પડશે નહીં એમ પણ જણાવવામાં આવ્યું હતું.”

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, “નવી પોસ્ટિંગ પોલિસીના અમલીકરણ માટે રાજ્યની ૯ રેન્જને આધારે ૩૪ જિલ્લા, ૪ કમિશનરેટને ઝોનમાં વહેંચવામા આવ્યા છે. જેમાં એક જ ઝોનમાં ઓગસ્ટ- ૨૦૨૪ની પાછલી અસરથી નોકરી કરી રહેલા ઓફિસરોની અન્ય ઝોનમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો છે.” 

વાયરલ પરિપત્ર :

PSIPI1-8-24pdf_R1wfv6Eg1724242301.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો