ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી માટે ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ જવાબદારી, વિજય રૂપાણીને રાજસ્થાનની જવાબદારી
ગુજરાત ભાજપને થોડા દિવસમાં નવા અધ્યક્ષ મળવાના છે. ભાજપ દ્વારા અલ

ગુજરાત ભાજપને થોડા દિવસમાં નવા અધ્યક્ષ મળવાના છે. ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણુંક કરી છે. જેના અનુસંધાને કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જયારે ગુજરાતન આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે.
કર્ણાટક માટે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, બિહાર માટે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, મધ્યપ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની નિમણૂક કરવામાં આવી છે.




