મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપ 4 માર્ચે જાહેર કરશે પાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોના નામ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત ભાજપ દ્વારા આવતીકાલે 4 મા

ગુજરાત ભાજપ 4 માર્ચે જાહેર કરશે પાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોના નામ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત ભાજપ દ્વારા આવતીકાલે 4 માર્ચે પાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે. આ માટે આવતીકાલે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટિલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે, જે મોડી સાંજ સુધી ચાલશે. 

આ બેઠકમાં પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાના હોદ્દેદારો અંગે મંથન થશે. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને ભાજપ શાસિત પાલિકાના નગરપાલિકાના હોદ્દેદારો અંગે મંથન થશે. મોટાભાગના નામો આવતીકાલે જ નક્કી કરવાની ભાજપની તૈયારી છે. 

આ સમાચાર શેર કરો