મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ATSનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન, ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી ઝડપાઇ

ગુજરાત ATS દ્વારા લોકસભા ચૂંટણી 2024 વચ્ચે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.ગુજરાત ATS અને NCBએ

ગુજરાત ATSનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન, ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી ઝડપાઇ

ગુજરાત ATS દ્વારા લોકસભા ચૂંટણી 2024 વચ્ચે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.ગુજરાત ATS અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં ત્રણ સ્થળોએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી. ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને કાચું ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યું હતું. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટેરીયલ તૈયાર કરવામાં આવતું હતું. અહીં ડ્રગ્સ બનાવીને અન્ય રાજ્યમાં અને દેશોમાં મોકલવામાં આવતું હતું.

10થી વધુ આરોપીની ધરપકડ

 ગુજરાત ATS અને NCBની ટીમના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત ATS અને NCBની ટીમે સંયુક્ત ઓપરેશનમાં દરોડા પાડીને 10થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતમાંથી એક અને રાજસ્થાનથી બે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી.

આ સમાચાર શેર કરો